અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ રાકેશ જોશીના જણાવ્યા અનુસાર ‘પહેલી જુલાઇએ ઉત્તર પ્રદેશના રામપુરના ધોરણ-2માં અભ્યાસ કરતાં 8 વર્ષનાં બાળકને તેની માતા હાંફળી ફાંફળી સિવિલમાં લઇને આવી
સિસોટીની વચ્ચેનો પ્લાસ્ટિકનો ભાગ તેની શ્વાસનળીમાં ઉતરી ગયો માતાની ફરિયાદ હતી કે, પાંચ દિવસથી બાળકની શ્વાસનળીમાં કંઇક ફસાયું છે અને તે ઊંડો શ્વાસ લે ત્યારે સીસોટી વાગે છે બાળકની હિસ્ટ્રી જોતા ખબર પડી કે, ચાર-પાંચ દિવસ પહેલાં બાળક સિસોટી વગાડતો હતો અને બહારને બદલે અંદર ઉંડો શ્વાસ ખેંચતાં સિસોટીની વચ્ચેનો પ્લાસ્ટિકનો ભાગ તેની શ્વાસનળીમાં ઉતરી ગયો હતો સિટી સ્કેન બાદ વિડિયો બ્રોન્કોસ્કોપી કરતાં સીસોટી ફેફસાંની જમણી શ્વાસનળીમાં ફસાયાનું પકડાયું હતું શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા માટે ખાસ પ્રકારના ઓપ્ટિકલ ફોરસેપને ગળામાંથી ફેફસા સુધી અંદર ઉતારવામાં આવ્યા હતા ટીવી સ્ક્રીન પર જોતા જોતા સિસોટીનો ફસાયેલો ભાગ બહાર કાઢ્યો હતો