મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, ટિકિટ ફાળવણી મુદ્દે શહેર પ્રમુખનું રાજીનામું, MLA સહિતના નેતા નારાજ

2019-07-06 332

જૂનાગઢઃ 21 જુલાઈના રોજ યોજાનારી જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટિકિટ ફાળવણીને લઇને વિવાદ થયો છે પ્રદેશ મોવડીએ મનમાની કરતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરા નારાજ છે શહેર પ્રમુક વીનુ અમીપરાએ રાજીનામું આપ્યું છે એવા પણ સમાચાર છેકે ટિકિટ કપાવવાના કારણે અનેક કોંગ્રેસી ઉમેદવારો NCPમાં જોડાયા છે અને ફોર્મ ભર્યા છે