ઘાટલોડીયાની ફાયનાન્સ કંપનીમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવે તે પહેલા આરોપીની ધરપકડ

2019-07-06 315

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયાના કેકેનગર સ્થિત ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે એક શખ્સ હથિયાર લઈને ફાયનાન્સ કંપનીમાં ફાયરિંગ કરી લૂંટ કરવા ગયો હતો જો કે લોકોએ હિંમત દાખવીને આરોપી ચિરાગ ભાવસારને ઝડપી પાડ્યો છે જેને પગલે ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી જેમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તેના પર 8 લાખનું દેવું થઇ ગયું હતું જેના કારણે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો

Videos similaires