રાજીનામા બાદ ફિલ્મ જોવા પહોંચ્યા રાહુલ ગાંધી, સામાન્ય વ્યક્તિની જેમ મૂવીની મજા માણી

2019-07-06 601

કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી બુધવારે સામાન્ય નાગરિકની જેમ ફિલ્મની મજા માણતા જોવા મળ્યા હતા દિલ્હીમાં આવેલા એક મલ્ટીપ્લેક્સમાં તેમણે આર્ટિકલ 15 ફિલ્મ જોઈ હતી રાહુલ ગાંધીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયોહતો જ્યાં તેમને વીવીઆઈપીના બદલે સામાન્ય વ્યક્તિની જેમ જ વ્યવહાર કરતા જોઈને યૂઝર્સે પણ વખાણ કર્યા હતા વીડિયોમાં રાહુલ ગાંધીતેમની પાસે બેઠેલી કોઈ વ્યક્તિ સાથે વાતો કરતાં કરતાં પોપકોર્નની મજા માણતા જોવા મળ્યા હતા આર્ટિકલ 15માં આયૂષ્યમાન ખૂરાનાએઅભિનય કર્યો છે તો આ ફિલ્મનું ડિરેક્શન અનુભવ સિન્હાએ કર્યું છે રાહુલ ગાંધીને આ ફિલ્મ જોતા જોઈને યૂઝર્સે પણ કહ્યું હતું કે એક જવાબદારનેતા તરીકે તમે આ ફિલ્મ જોવાનું પસંદ કર્યું તે જોઈને આનંદ થયો

Videos similaires