અમેરિકી રાજ્યમાં ગુરુવારે આવેલા ધરતીકંપને છેલ્લા 20 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે 64ની તીવ્રતાના ધરતીકંપના બીજા દિવસે ફરી દ-કેલિફોર્નિયા ધરતીકંપના આંચકાઓથી ધણધણી ઉઠ્યું હતું આ ભૂકંપની તીવ્રતા 71 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી અમેરિકન જીઓલોજિકલ સર્વેએ (યૂએસજીએસ) આ ભૂકંપના આચંકાની માહિતી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ આંચકા બાદ 1400 આફ્ટરશૉક આંચકા નોંધાયા હતા આ ભૂકંપનું કેન્દ્ર રિજરક્રેસ્ટના પાસે હતું શક્તિશાળી ભૂકંપને પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો આ અગાઉ 1999માં કેલિફોર્નિયામાં આવેલા 77ની તીવ્રતાના ભૂકંપને કારણે પારાવાર ખુવારી થઈ હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ આંચકો એટલો ભયાનક હતો કે અમારા ઘરો પણ 20 થી 25 સેંકડ સુધી હલતા રહ્યા હતા સદનસીબે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નહોતા