છોટાઉદેપુરમાં અતિભારે વરસાદથી નદીઓ છલકાઈ; વાહન વ્યવહાર બંધ, અનેક ગામો સંપર્ક વિહોણા

2019-07-05 275

છોટાઉદેપુર: પાવીજેતપુરમાં ઉપરવાસમાં વરસાદથી જાબ ગામમાથી પસાર થતી ઉચ્છ નદીમાં પૂર આવતાં કોઝવે પર પાણી ફરી વળતાં સામે છેડેના બોરધા, નાની અમરોલ, બોરધા, નવાપુરાના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અશ્વિન નદીમાં પાણી આવતાં નસવાડી નજીકના સુકાપુરા અને વેગનાર ગામ સંપર્ક વિહોણા બન્યાં હતાં બોડેલીમાં સવારે 7 કલાકે મુશળધાર વરસાદ પડતાં કલાકમાં 53 મિમી વરસાદ ખાબક્યો હતો રણભૂન અને પાટિયા ગામ વચ્ચે મેરિયા નદીમાં કોઝવે પર પાણી ફરી વળતાં નાયબ મામલતદાર અશ્વિન દેસાઈ અને સરપંચ અશોક રાઠવાએ મુલાકાત લીધી હતી

Videos similaires