વરસાદનાં કારણે ગીર પંથકમાં પ્રકૃતિ ખીલી ઉઠી, જુઓ ડ્રોનની નજરથી અદભુત નજારો

2019-07-05 1,156

ગીર:ગીર સોમનાથ પંથકમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે પ્રકૃતિ જાણે છોળે કલાએ ખીલી હોય તેવા દ્રશ્યો ડ્રોનના કેમેરામાં કેદ થયા છે ચારે તરફ લીલીછમ ધરતી જોવા મળી રહી છે આ સાથે જ વાદળછાયા વાતાવરણમાં પક્ષીઓનો કલબલાટ પણ સાંભળવા મળી રહ્યો છે વરસાદી માહોલમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે આમ વરસાદ બાદ ગીરનું વાતાવરણ નયનરમ્ય બની ગયું છે

Videos similaires