કોડીનારનાં હરમડીયામાં પૌત્રને લઈ જઈ રહેલા દીપડાને દાદીએ ભગાડ્યો

2019-07-05 133

ગીર સોમનાથ:કોડીનાર નજીકના હરમડીયા ગામની વાડી વિસ્તારમાં ત્રણ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો ઘટનાની જાણ બાળકનાં દાદીને થતાં તેઓએ દીપડા પાછળ દોડી મૂકી હતી જેથી દીપડો બાળકને મુકીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ ઘાંટવાડ વનવિભાગને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી હુમલામાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને કોડીનારની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે

Videos similaires