નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનુંબજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી આ પહેલાં સીતારમણે પરંપરા તોડીને બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના કપડામાં બજેટ લઈને પહોંચ્યા છે અત્યાર સુધી બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાન એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસદ પહોંચતા હતા મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે ફોલ્ડરમાં બજેટ લઈ જવા વિશે કહ્યું છે કે, આ ભારતીય પરંપરા છે આ પશ્ચિમી માનસિકતાની ગુલામીમાંથી બહાર આવવાનું પ્રતીક છેઆને બજેટ નહીં પરંતુ ખાતા વહી કહી શકાય છે