પાવાગઢ:પાવાગઢમાં રાત્રે મુશળધાર વરસાદ વરસતા સિડી પરથી દરિયાના મોઝાની જેમ પાણી નીચે વહ્યું હતું પહાડોમાં ભારે ધોવાણ થતા પાટિયા પુલ પાસે નવીન બનેલા પગથિયાં પર પહેલાં મોટો મહાકાય પથ્થર પડ્યો તો એ જ જગ્યા પર ગત મોડી રાત્રે ફરી નાના મોટા પાંચ પથ્થરો પગથિયાં પર પડ્યા હતા સદ્નસીબે રાત્રે કોઈની અવર જવર ન હોવાથી દુર્ઘટના ટળી હતી પાણી પ્રવાહને કારણે બુઢિયા દરવાજા પાસે આવેલ માચી અને ડુંગર મંદિર સુધી વીજળી પહોંચાડતો વીજપોલ ધરશાઈ થઈ ગયો હતો જેના કારણે વીજ વિભાગ ના કર્મચારીઓને તાબડતોબ પહોંચી સાવચેતીના ભાગરૂપે વીજ વાયરો કાપી નાખ્યા હતા હાલ માચી અને ડુંગર પર અંધારપટ સર્જાયો છે