ઝરવાણી ધોધમાં ન્હાવા પડેલા ભરૂચના 4 મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જતા મોત

2019-07-04 144

વડોદરાઃનર્મદા ડેમ પાસે આવેલા ઝરવાણી ધોધમાં ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી બે યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના મોત નીપજ્યા છેભરૂચના 4 મિત્રો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ તેઓ ઝરવાણી ધોધ ખાતે પહોંચ્યા હતા જ્યાં ચારેય મિત્રો ન્હાવા પડ્યા હતા જેમાં બે મિત્રો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી રેસ્ક્યૂ ટીમે બંને મિત્રોની શોધખોળ હાથ ધરી હતી એક કલાકની જહેમત બાદ બંને મિત્રોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા બે મિત્રોના મોત થતાં બંનેના પરિવારોમાં શોકની લાણણી ફેલાઇ ગઇ છે

Videos similaires