ખેડૂતો આનંદો, નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી 5307 ક્યુસેક પાણી છોડ્યું, ડેમની સપાટી 120 મીટરે પહોંચી

2019-07-04 79

કેવડિયાઃરાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કર્યાં બાદ આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે અષાઢી બીજના પાવન દિવસે નર્મદાની મેઇન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે હાલ નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 5307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેઉલ્લેખનિય છે કે, રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બજેટ પહેલા ખેડૂતોને ભેટ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને અષાઢી બીજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે જે અંતર્ગત આજથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે

Videos similaires