અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છેઆ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતીમંગળા આરતી બાદ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહ્યા છે ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બલભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું