ઓરિસ્સાની તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થશે યાત્રાની તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે આ સાથે જ સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે ભગવાન જગન્નાથને રથ પર સવાર કરવામાં આવશે અને ભવ્ય યાત્રા સાથે જગન્નાથ ભગવાન પોતાની માસીના ઘરે જવા માટે રવાના થશે ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે જ્યાં શ્રી જગન્નાથ ભગવાન દર સપ્તાહે રહેવા માટે જાય છે આજના દિવસે ઘણા રિતી રિવાજો બાદ રથ ખેંચવાનું પવિત્ર કાર્ય સાંજે 4 વાગે શરૂ કરવામાં આવશે