અમદાવાદઃ નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરી આરતી ઉતારી હતી અમિત શાહે 17મીવાર પત્ની સોનલબહેન સાથે મંગળા આરતીના દર્શન કરી આરતી ઉતારી હતી ઉલ્લેખનીય છે કે, અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે મંગળા આરતી ઉતારી હતી
આ અંગે અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, શ્રી જગન્નાથ રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી અને મહાપ્રભુના આશીર્વાદ લીધાજય જગન્નાથ