અમદાવાદઃભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 અને 4 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે જેને પગલે આજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે જ્યાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસીફળદુ અને સૌરભ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું તેની સાથે સાથે કાર્યકરો અને ભાજપના આગેવાનોએ પણ તેમને આવકાર્યા હતા ત્યાર બાદ અમિત શાહે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું જ્યાં બ્રિજના બંને છેડે પક્ષના કાર્યકરો તેમનું અભિવાદન કર્યું હતું ત્યાર બાદ તેઓ ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ ડીકેપટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિસિપલ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું