સુરતઃસેલવાસના કિલવણીનાકા નજીક આવેલા સેવા મેડીકલ સ્ટોરમા ત્રણ યુવાનો ગ્રાહકના સ્વાંગમા આવી ચપ્પુ બતાવી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર, સેલવાસના મુખ્ય બજાર કિલવણીનાકા નજીક આવેલા સેવા મેડિકલ સ્ટોરમાં ત્રણ યુવાનો ગ્રાહકના સ્વાંગમા આવ્યા હતા દુકાનમાં બેસેલા યુવકને ચપ્પુ અને છરા બતાવી ડરાવી દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા