જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોને 20 કિલો ગાંજા સાથે પકડી પાડ્યા

2019-07-03 83

રાજકોટ: રાજકોટ શહેરમાં ચાલતા નશાના કાળા કારોબારને ફરી એક વખત પોલીસે પકડી પાડ્યો છે રાજકોટ પોલીસે ચાલુ વર્ષે ચોથી વખત નશાના કાળા કારોબરનો પર્દાફાશ કર્યો છે રાજકોટ થોરાળા પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોને 20 કિલો અને 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે આ ગાંજાના જથ્થાની કિંમત 1 લાખ 24 હજાર થાય છે રાત્રી દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તેવામાં ઓટો રિક્ષામાં જઇ રહેલા ગની ઉર્ફે હનિફ લિંગડીયા અને અબ્દુલ સમારભાઈ જુણાચને રોકી તપાસ કરતા રીક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેને લઇ પોલીસે NDPSનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires