સુરતઃ મોરા ભાગળ નજીકના એક પેટ્રોલ પંપ પર બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી ગત રોજ બનેલી આ ઘટના બાદ પંપના કર્મચારીઓની સમય સુચકતાને લઈ તાત્કાલિક બાઇકની પેટ્રોલ ટાંકી પર લાગેલી આગને કાબુમાં લેવાતા મોટી દુર્ઘટના તળી ગઈ હતી જોકે, ઘટનાને નજરે જોનારા વાહન ચાલકોના જીવ તળિયે ચોંટી ગયા હતા લગભગ એક મિનિટ સુધી ચાલેલા આ ઘટના ક્રમ બાદ બાઇકની પેટ્રોલ ટાંકી પર લાગેલી આગને કાબુમાં લેનાર પંપના કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી બદલ વાહન ચાલકોએ તેમને વધાવી લીધા હતા