અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઇ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની આગેવાનીમાં પોલીસે આજે સવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું જમાલપુર મંદિરથી સરસપુર મંદિર ત્યાંથી પરત મંદિર સુધીના કુલ 22 કિલોમીટરના રૂટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી