ટ્રેનમાં અચાનક હવા ફેંકતું AC પાણી ફેંકવા લાગ્યું, કૉચ બની ગયો સ્વિમિંગ પૂલ

2019-07-02 2,626

એક બાજુ મુંબઈમાં વરસાદી બેહાલ છે તો બીજી બાજુ ઈન્ડિયન રેલવેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે ભારતીય રેલવેની પોલ ખોલી રહ્યો છે આ વીડિયો સંગમિત્રા સુપર ફાસ્ટ એક્સપ્રેસના A1 કોચનો છે જ્યાં કોચમાં લાગેલ AC હવા ફેંકતા ફેંકતા અચાનક પાણી વરસાવવાનું શરૂ કરી દે છે એસીમાંથી પાણીનો ધોધ વહેતા યાત્રિકો સીટ છોડીને ત્યાંસી ભાગી ગયા હતા અને થોડી જ વારમાં આખોય કોચ પાણીથી ભરાઈ ગયો હતો આ ઘટનાનો વીડિયો સામે આવતા લોકો ભારતીય રેલવેને ટ્રોલ કરી રહ્યા છે