4 હજાર વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન મળતા કોંગ્રેસે ચક્કાજામ કર્યો, 30 કાર્યકરોની અટકાયત

2019-07-02 276

વડોદરા: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(આરટીઇ) હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આજે ડીઇઓ કચેરી ખાતે શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપવા માટે ગયું હતું પરંતુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ન મળતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો પોલીસે ચક્કાજામ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 30 મહિલા-પુરૂષ કાર્યકરોની અટકાયત કરી હતી

Videos similaires