ખાંભા: સિંહોની સુરક્ષા માટે હાલમાં જ GPS સિસ્ટમવાળા કોલર આઇડી પટ્ટા લગાવવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પૂરવાર થયું છે આવા જ બે કોલર આઇડીવાળા બે સિંહો ગત રાત્રે ખાંભામાં માનવ વસાહતમાં ઘૂસી આવ્યા હતા અને 4 ગાય, ખૂંટ અને વાછરડાનો શિકાર કરી મારણ કર્યું હતું શહેરના લીમડીપરા, હડિયા, જીનવાડીપરા, જૂનાગામ વિસ્તારમાં રસ્તા પર રઝળતી ગાયો, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું હતું