અમરેલીના નાનાભંડારીયામાં આભ ફાટ્યું, એક કલાકમાં 5 ઇંચ, નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા

2019-07-02 1,032

અમરેલી: અમરેલી તાલુકાના નાના ભંડારીયામા સોમવારે માત્ર એક કલાકમા પાંચ ઇંચ જેવો વરસાદ ખાબકી જતા ગામમા ચારે તરફ પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અહીં પાકને મોટા પ્રમાણમા નુકશાન થયું હતું સાવરકુંડલા પંથકમાં બપોર બાદ અનરાધાર વરસાદ તુટી પડ્યો હતો અને જોતજોતામાં દોઢ ઇંચ પાણી પડી જતા ખેડૂતો ખુશ થયા છે લીલીયામાં પોણો ઇંચ વરસાદ થયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ સતત ચાલુ છે

Videos similaires