અંબાજીમાં આડેધડ ઉભા રહેતા શાકભાજીની લારીવાળીઓ વચ્ચે મારામારી

2019-07-01 2,555

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આડેધડ ઉભા રહેતા શાકભાજીની લારીવાળાઓનો આતંક વીડિયોમાં કેદ થઇ ગયો છે ભરબજારમાં લાકડીઓ ઉછળી હતી જેના પગલે લારીવાળાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બજારમાં આડેધડ શાકભાજીની લારી ઉભી રાખીને વેપાર કરવામાં આવે છે જે દરમિયાન પુરુષ વેપારીઓની સાથે મહિલા વેપારીઓનો ત્રાસ જોવા મળે છે આજે પણ પોતાની માલિકીની જગ્યા હોય તેમ લારી ઉભી રાખવાને લઇને બોલાચાલી થઈ હતી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Videos similaires