છોટાઉદેપુરઃ મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે બોડેલી પાસે આવેલો જોજવા આડબંધ પણ સિઝનમાં પહેલી વખત 216 ફૂટના લેવલથી ઓવરફ્લો થયો છે ઓરસંગ નદી પર આવેલો જોજવા આડબંધ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે અને નદીમાં નવા નીર આવવાને કરાણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે