રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતોમાં આનંદનો માહોલ

2019-07-01 195

રાજકોટઃ સૌરાષ્ટ્રના રાજકોટમાં વિરામ બાદ ફરીથી મેઘરાજાએ બીજી ઇનિંગની શરૂઆત કરી છે ગ્રીનલેન્ડ ચોકડી અને તેના આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે વરસાદના આગમનથી જ સમગ્ર પંથકના વાતાવરણમાં શીતલહેર ફરી વળી છે ઠંડક થવાથી રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છે આ સાથે જ રાજકોટમાં આવેલા આટકોટમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેમણે વાવણીની શરૂઆત કરી છે આટકોટમાં અંદાજે અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો

Videos similaires