વેસુમાં ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો, તંત્ર દોડતું થયું

2019-07-01 172

સુરતઃ વેસુમાં વેસુ ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો જેની જાણ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બ્લિડિંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બ્લિડિંગના ક્ન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને બાજુમાં સર્વિસ રોડ આવેલો છે ગત રોજ રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાઈ ગયા હતા દરમિયાન આજે સવારે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો જેથી ક્ન્સ્ટ્રક્શન સાઈટના કારણે રોડ ધસી પડ્યો હોવાની શક્યતાઓ રહેલી છે ઘટનાની જાણ થતા પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

Videos similaires