અમરેલી પંથકમાં ધીમીધારે વરસાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ

2019-07-01 466

અમરેલી પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અમરેલીના ચક્કરગઢ દેવળીયા અને લાઠી, લીલીયામાં વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ સાથે જ ગોંડલના દેરડી કુંભાજી અને જસદણનાં આટકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધીમીધારે શરૂ થયેલા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી આ સિવાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે

Videos similaires