ટોઈંગ વાનના ડ્રાઈવરે જ સીટ બેલ્ટ ન પહેરતા લોકો વિફર્યાં, દંડ ફટકારવા માટે દબાણ કર્યું

2019-07-01 3,036

અમદાવાદઃશહેરમાં સતત વધી રહેલી ટ્રાફિક પોલીસની દંડનીય કાર્યવાહી સામે રોષે ભરાયેલા શહેરીજનોએ આજે ટ્રાફિક પોલીસની ટોઈંગ વાનને ઝપટે લીધી હતી જેનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન પર નંબર પ્લેટ પણ જોવા ન મળતા અને ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી લોકોએ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીને સૌથી પહેલા ટોઈંગ વાનના ડ્રાઈવરને દંડ કરવા માટે હોબાળો મચાવ્યો હતો માત્ર એટલું જ નહીં, આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને દંડ કરવા માટે દબાણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે, વાઈરલ થયેલો આ વીડિયો માનસી સર્કલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Videos similaires