ભારતના ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે રાઈટ હેન્ડ બેટ્સમેન મયંક સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે વિજય શંકરને પ્રેક્ટિસ સેશન દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી જો કે આ ઈજાને વધુ ગંભીર બતાવવામાં નહોતી આવી જે બાદ તે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટીમમાં સામેલ કરાયો હતો જો કે તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રવિવારની મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતા