સમીમાં ડોક્ટર પિતા-પુત્રની કામલીલા: પીડિતાઓએ ફરિયાદમાં વર્ણવી શોષણની પીડા

2019-06-30 4,882

પાટણ: દવાખાનાના ઓઠા હેઠળ સેક્સલીલા આચરતા હવસખોર ડોક્ટર પિતા અને મિકેનિક પુત્રનો ભોગ બીજી મહિલાઓ ન બને તે માટે બે મહિલાઓએ સમાજમાં બદનામીના ડરની પરવાહ કર્યા વિના ફરિયાદ નોંધાવી હિંમત બતાવી છે DivyaBhaskar બંને મહિલાઓની હિંમતને સલામ કરે છે અને બે મહિલાએ પોલીસ સમક્ષ રજૂ કરેલી આપવીતી અહીં રજૂ કરી છે
મહિલા દર્દીઓના શોષણની ઘટનાને પગલે પોલીસે ડોક્ટર અને તેના પુત્ર દ્વારા મોબાઈલમાં ઉતારેલા મહિલાઓના અશ્લીલ વીડિયોવાળા મોબાઇલ જપ્ત કરી બે પીડિતાના નિવેદનોને આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી હવસખોર ડૉ મહેન્દ્ર મોહનલાલ મોદી અને તેના પુત્ર કિશન મહેન્દ્ર મોદીની ધરપકડ કરી છે આ તબીબ મહેસાણામાં રહી ત્યાં પણ દવાખાનું ચલાવે છે અને દર શનિ અને રવિવારે સમી આવતો હતો