એજબેસ્ટન સ્ટેડિયમમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થશે સેમિફાઈનલમાં સ્થાન જાળવવા ઈંગ્લેન્ડની ટીમ મરણિયા પ્રયાસ કરશે, તો ભારતીય ટીમ પણ વિજયરથને જાળવી રાખવા કોઈ કસર છોડશે નહીં ભારતીય ટીમમાં વિજય શંકર અને કે એલ રાહુલનું સ્થાન યથાવત્ રહે તેવી શક્યતા છે જો ભુવનેશ્વર ફિટ થઈ જાય તો શમી અંગે નિર્ણય લેવો અઘરો બનશે આજની મેચમાં ટીમ ઈન્ડિયા ઓરેન્જ જર્સી સાથે મેદાનમાં ઊતરશે