કોહલીએ ઓરેન્જ જર્સીને 10માંથી 8 અંક આપ્યા, કહ્યું એક મેચ માટે જ ઉપયોગ કરીશું

2019-06-29 967

ભારત રવિવારે ઇંગ્લેન્ડ સામે પોતાના વર્લ્ડકપ અભિયાનની સાતમી મેચ રમશે આ મેચની ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયા બ્લૂની જગ્યાએ ઓરેન્જ જર્સીમાં મેદાને ઉતરશે આઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે મને આ કીટ ગમી છે હું આને 10માંથી 8 અંક આપીશ આનું ફિટિંગ સારું છે અને દેખાવમાં પણ એકદમ સ્માર્ટ છે જોકે અમે એક મેચ માટે આની સાથે મેદાને ઉતરીશું બ્લૂ કલર અમારી ઓળખાણ છે અને રહેશે

Videos similaires