ગંગામાં ડૂબી ગયેલા દીકરાએ છેલ્લે ફોનમાં માતાને કહેલું, જાત્રા સારી રહી મંગળવારે આવી જઈશું

2019-06-29 2,655

સુરતઃવાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં શુક્રવારે ત્રણ મિત્રો ગંગા નદીમાં ડૂબી ગયાં હતાં જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે બેની શોધ ચાલુ છે મૃતક જેનિસ પટેલની માતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે ફોન આવ્યો કે મમ્મી દર્શન કરી લીધા છે જાત્રા સારી રહી હવે અમે નીકળીએ છીએ અને હોટલ જઈને ફોન કરીશ પરંતુ બાદમાં તેની દુર્ઘટનાના સમાચાર આવ્યાનું વિલાપ કરતાં વધુમાં ઉમેર્યું હતું