GMDC ગ્રાઉન્ડ પાસેથી યુવાનની લાશ મળી, હત્યાની આશંકા

2019-06-29 80

અમદાવાદ:વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહત પાછળ જીએમડીસી ગ્રાઉન્ડમાં જવાના રોડ પર અજાણ્યા યુવકની હત્યા કરવામાં આવી છે માથામાં વાંસનો દંડો મારી યુવકની હત્યા કરવામાં આવી છે મોડી રાતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાને પગલે વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી હતી મૃતક યુવક કોણ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી પોલીસને ઘટનાસ્થળેથી વાંસનો દંડો મળી આવ્યો છે મૃતક મજૂરી કામ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેને લઈ ઓળખની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

Videos similaires