જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ જી-20 સંમેલન માટે રવાના થઈ ચૂક્યા છે આ પહેલા તેમનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરી તેઓ ધ્રુજતા દેખાયા છે વીડિયો સામે આવતા મર્કેલના સ્વાસ્થ્ય પર અનેક સવાલો ભેગા થયા છે એક કાર્યક્રમ દરમિયાન જર્મન રાષ્ટ્રપતિ ફ્રેંક વૉલ્ટર સ્ટીનમીયર સ્પીચ આપી રહ્યા છે અને મર્કેલ તેમની બાજુમાં ઉભા છે આ સમયે તેઓ સતત 2 મિનિટ સુધી ધ્રુજતા રહ્યા, તેમની આ હાલત જોઈને એક વ્યક્તિ તેમને પાણી આપવા પણ આવે છે પરંતુ મર્કેલ તેમને ના પાડી દે છે વીડિયો વાઇરલ થતાં મર્કેલની પ્રવક્તા સ્ટેફેન સિબેરટે ટ્વિટ કર્યું છે કે એન્જેલા સ્વસ્થ છે અને તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેવા રવાના થઈ ચૂક્યા છે