સુરતઃપોલીસ કમિશનર કચેરી બહાર જ કડક હાથે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કમિશનર કચેરી બહાર નીકળતા તમામ બાઈક ચાલકોને હેલમેટના નામે દંડ ફટકારવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દંડ ઉઘરાવતા પોલીસ કર્મીઓએ કમિશનરનો આદેશ હોવાનું કહીને દંડ વસૂલાઈ રહ્યાનું જણાવ્યું હતું જ્યારે કચેરીમાંથી બહાર નીકળતાં લોકો પાસેથી દંડ લેવાઈ રહ્યો છે જ્યારે રસ્તા પરથી પસાર થતાં લોકો એમ જ નીકળી રહ્યા હોવાથી દંડ આપનારા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે