રાજકોટ:ઉના, ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે ગઇકાલે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે આજે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ નવસર્જીત થયા છે ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું તેમજ અમરેલીના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અસહ્ય બફારાને કારણે રાજકોટમાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે