સુરતઃ અમરોલી પોલીસ મથકની પીએસઆઇ સંગીતા કારેણાએ મારામારીના ગુનામાં ધડપકડ કરવામાં આવેલા એક યુવકને પટ્ટા વડે બેફામ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જોકે આ મામલે અમરોલી પીઆઇ કોરાટ આખી ઘટનાને ઉપજાવી કાઢેલી ગણાવી રહ્યા છે અનિલ દીનાનાથ પાંડે સહિત 4ની અમરોલી પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરી હતી બાદમાં ગુરુવારે સવારે કોર્ટમાં રજૂ કરતા પહેલા મહિલા પીએસઆઈએ અનિલને પટ્ટા વડે ફટકાર્યો હતો જેને પગલે અનિલને શરીર પર સોળ પડી ગયા હતાબાદમાં કોર્ટે અનિલ અને અન્ય 3ને જામીન મુક્ત કર્યા હતા