સુરતઃ લાલ દરવાજા ખાતે જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપની દ્વારા કારીગરોને છુટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે 70 જેટલા કારીગરોને છુટ્ટા કરતા કારીગરોમાં રોષ જેવા મળી રહ્યો છે આજે તમામ કારીગરો ભેગા થઈ સુરત રત્નકલાકર સંઘને રજુઆત કરવા પહોંચ્યા હતા રત્નકલાકારોએ જણાવ્યું હતું હતું કે, લાલ દરવાજા પટેલ વાડી ખાતે આવેલી જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 8થી લઈને 15 વર્ષથી કામ કરી રહ્યા છીએ અમને 70 જેટલા રત્નકલાકારોને અચાનક છુટ્ટા કરી દેવામાં આવ્યા છે કંપની દ્વારા મંદીના કારણે કામ ન હોવાથી છુટ્ટા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે