જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક મિની બસ ખીણમાં પડી ગઈ છે ગુરૂવારે થયેલી આ ઘટનામાં 11 છાત્રોના મોત નિપજ્યા છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે મૃતકોમાં 9 યુવતીઓ પણ સામેલ છે પોલીસે જણાવ્યું કે તમામ છાત્ર પુંછ સ્થિત કોમ્પ્યુટર કોચિંગ સંસ્થાથી પરત ફરી રહ્યાં હતા દુર્ઘટના મુગલ રોડ પર પીરની ગલી પાસે થઈ
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે- છાત્રોના મોતનું મને દુઃખ છે મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા સહાયપેટે આપવામાં આવશે ઘાયલ છાત્રોએ સારા ઈલાજ માટે પ્રશાસનિક અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે