કેમરા,ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું એવા રેકોર્ડની જે લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેને બનાવ્યો છે હજુ સુધી આ રેકોર્ડને કોઈ તોડી શક્યું નથી આ વાત છે 13 માર્ચ 2011ની વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ - કેનેડા વચ્ચે મુકાબલો થયો હતો કેનેડાએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો ન્યૂઝિલેન્ડ તરફથી ઓપનિંગ કરવા માટે ધુંઆધાર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ અને બ્રેન્ડન મેક્કુલમ પિચ પર આવ્યા ગપ્ટિલ તો કંઈ ચમત્કાર ન દેખાડી શક્યો પરંતુ મેક્કુલમે શાનદાર શતકીય ઈનિંગ રમી અને પછી આઉટ થઈ ગયો ત્યાર બાદ કેપ્ટન રોઝ ટેલરે મજબૂત ઈનિંગ રમી વિકેટ પડતી રહી પરંતુ ન્યૂઝિલેન્ડની ટીમનાં રનનો ગ્રાફ ઉત્તરોત્તર વધતો ગયો આઠમા નંબરે આવેલ ઓલરાઉન્ડર જેમ્સ ફ્રેન્કલિનને કદાચ ખબર પણ નહીં હોય કે એ દિવસે તેઓ એક ઈતિહાસ રચવાના હતા…
ફ્રેન્કલિને 8 બોલમાં 38750નાં સ્ટ્રાઈક રેટથી 31 રન ફટકાર્યા હતાધુંઆધાર બેટિંગ કરતાં ફ્રેન્કલિને 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા ન્યૂઝિલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 358 રન બનાવ્યા જેમાં ફ્રેન્કલિને વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જણાવી દઈએ કે આ મેચમાં ન્યૂઝિલેન્ડ 97 રનથી જીતી ગયું હતુ