લુધિયાણામાં કેદીઓ વચ્ચે અથડામણ બાદ જેલ તોડવાનો પ્રયાસ, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું

2019-06-27 403

પંજાબના લુધિયાણાની સન્ટ્રેલ જેલમાં ગુરૂવારે મોટું તોફાન મચ્યું હતું જેલમાં પહેલાં કેદીઓના બે જૂથ વચ્ચે અને પછી પોલીસ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી સ્થિતિ વણસતા પોલીસે હવાઈમાં ફાયરિંગ કર્યું હતું જેમાં કેટલાંક કેદીઓને ઈજા પહોંચી છે

જેલમાં હાલ તણાવપૂર્ણ માહોલ છે કેદીઓ સતત હંગામો કરી રહ્યા છે સ્થિતિને ધ્યાનમાં રાખી મેઈન ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા સઘન બનાવવામાં આવી છે

મીડિયા રિપોર્ટ મુજબ જેલમાં પહેલાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ત્યાર બાદ પોલીસ બચાવ કરવા આવી તો કેદીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું કેટલાંક કેદીઓએ જેલ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને બહાર ભાગવા લાગ્યા હતા, પરંતુ તેને તરત દબોચી લેવામાં આવ્યા હતા સ્થિતિ વણસતાં પોલીસને હવામાં ફારયિંગ કરવું પડ્યું હતું

Videos similaires