વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, સરખેજમાં એક ઈંચ, પાણી ભરાતા વાહનચાલકો ફસાયા

2019-06-26 472

અમદાવાદ:અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો છે શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, જીવરાજપાર્ક, શિવરંજની, પાલડી, ઈસનપુર, નારોલ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં સરખેજમાં એક ઈંચ વરસાદ પડ્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે ટ્રાફિકજામ અને વાહનચાલકો અટવાયા છે આજે બપોરે શરૂ થયેલા વરસાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાયા હતા એક કલાકમાં જ સરખેજ અને આસપાસના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજ્યમાં આગામી બે દિવસની ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

Videos similaires