મંગળવારે સવારે મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ઢેકપુર ગામની એક 35 વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હતી મહિલાને કોઈ સંતાન ન થવાથી તે ઘણી દુઃખી હતીમહિલાના ગામમાં સારા રસ્તા નથી વરસાદને લીધે તો કાચો રસ્તો વધારે ખરાબ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ તો મહિલાના ઘરે પહોંચી ગઈ હતી, પણ ગામમાં કોઈ વાહન પ્રવેશી શકે તેમ નહોતું, આથી પોલીસે પરિવારના સભ્યોની મદદથી મહિલાનો મૃતદેહ ખાટલા પર રાખીને 3 કિલોમીટર દૂર હોસ્પિટલ સુધી પહોંચાડ્યો