અમદાવાદ: શહેરના મણિનગર રેલવે ફાટકની આજે સવારે બંન્ને બાજુ ટ્રાફિક જામ થતા ફાટકને બંધ ન કરી શકાયું ન હતું જેથી ટ્રેક પર આવતી બે એક્સપ્રેસ ટ્રેનોને 100 મીટરના અંતરે 10 મિનિટ સુધી ઊભી રાખવાની ફરજ પડી હતી ખોખરા નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબિજ પર રેતી ભરેલી ટ્રક એકાએક બંધ થઈ જતા મણિનગરથી ખોખરાનો એક તરફનો રસ્તો કલાકો સુધી બંધ થઇ ગયો હતો