અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ ગુંડાગર્દી કરતા જોવા મળ્યા છે ગરીબનગર ચાર રસ્તા પાસે ફરીદ મુન્નાભાઈ શેખ અને તેમના સાગરીતોએ ખાણીપીણીની એક હોટેલમાં તોડફોડ કરી છે તેટલું જ નહીં તીક્ષ્ણ હથિયારો વડે લોકો પર હુમલા પણ કર્યા છે જેમાં અંદાજે 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, ફરીદ શેખ આ પહેલાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો હતો તેવી માહિતી મળી છે