પશ્વિમ બંગાળમાં TMC અને BJP વચ્ચેનો વિવાદ પુરો થવાનું નામ જ નથી લઈ રહ્યો રોજ કોઈને કોઈ મુદ્દાઓને લઈને બંને દળોનાં કાર્યકર્તાઓ સામ-સામે આવી જાય છે હવે હાવડાનો એક મામલો સામે આવ્યો છે અહીં ભારતીય યુવા મોર્ચાએ રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતોએવું કહેવાય છેકે, રસ્તાઓ ઉપર નમાઝ પઢવાના વિરોધને લઈને આ પગલા ભર્યા હતાબીજેપી કાર્યકર્તાઓનું કહેવું છેકે, તેમણે આ આયોજન રસ્તાઓ રોકીને નમાઝ અદા કરવાના વિરોધમાં કર્યુ છે મંગળવારે બીજેપી કાર્યકર્તાઓએ આ આયોજન હનુમાન મંદિરની પાસે રસ્તા પર કર્યુ હતુ ભારતીય જનતા યુવા મોર્ચાએ હાવડામાં વીજળી ખલની પાસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા