રાજકોટ:સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં સવારથી વરસાદનું આગમન થતા ધોધમાર બે ઇંચ વરસાદ નોંધાયો છે મેંદરડામાં દોઢ કલાકમાં જ ચાર ઇંચ અને કેશોદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છેવાંકાનેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સાવરકુંડલાના વાશીયાળીની સ્થાનિક નદીમાં બળદગાડું તણાતા બળદગાડામાં સવાર દંપતીમાંથી શોભના ભાવેશ ઠુંમર(ઉવ30) નામની મહિલા પૂરમાં તણાઈ હતી બળદગાડા સાથે તણાયેલા મહિલાને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ શોધખોળ દરમિયાન તંત્રને મૃત હાલતમાં બળદ અને ગાડું મળી આવ્યા હતા જ્યારે મહિલાની શોધખોળ ચાલી રહી છે ઘટનાને પગલેમામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા